પુષ્ટી સેવા માં પ્રભુ ને મીસરી ધરવા નોભાવ

માખણ મિસરી:

માખણ-મિસરી એ પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીને

ધરાવામાં છપ્પનભોગ સમાન છે. તે દરરોજ

શ્રી ઠાકોરજીને મંગલામાં ધરાવવું જોઈએ. માખણ

રૂપી હ્યદયમાં મિસરી રૂપી રસાત્મકતાનું મિલન

થાય છે તે દર્શાવે છે કે શ્રી ઠાકોરજી અને

યમુનાજીના રસ-રૂપી મિલનનો ભાવ છે.
સુકા મેવા-મિસરી:

સુકા મેવામાં કાજુ, દ્રાક્ષ, ખારેક અને કોપરા સાથે

મિસરી ધરાવવામાં આવે છે. કાજુ એ

ચંદ્રાવલીજીના ભાવથી ધર્યે છે.ખારેક

કુમારિકાના ભાવથી અને દ્રાક્ષ

ગોપીજનોના ભાવથી છે. કોપરું એ

વર્જ્ભાક્તોના ભાવથી છે. આમ

તેમાં પાંચમી વસ્તુ મિસરી પધરાવીએ છે તે

શ્રી યમુનાજીનાં ભાવની છે. શ્રી યમુનાજી નિર્ગુણ

અને રસાત્મક સ્વરૂપ છે તે

સ્વમીનીજીઓનો શ્રી ઠાકોરજી સાથે મિલન

કરાવી આપે છે. સુકા મેવાની મિસરી એ

ઝારીજીના ભાવ સ્વરૂપ પણ છે. જેની સુક્ષ્મ

સેવા હોય તેઓ ઝારીજી ન ભરતા હોય તો આ

મિસરી એ ઝારીજીનો ભાવ દર્શાવે છે.
 કોઈક સમયે

ઝારીજીમાં જળની જગ્યાએ

મિસરી ભરવામાં આવે છે:

વૈષ્ણવ બહારગામ જતા હોય ત્યારે

ઝારીજીમાં જળની જગ્યાએ મિસરી ભરવામાં આવે

છે. તે સાક્ષાત યમુનાજીનો ભાવ છે અને

ઝરીજીના સંબંધથી તેમાં જળ સ્વરૂપનો ભાવ આવે

છે. તે શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે.
પનાની મિસરી:

શ્રીઠાકોરજીને અખાત્રીજથી રથ-

યાત્રા સુધી પનો ધરાવવામાં આવે છે. આ

પનામાં સાકર, એલચી અને સહેજ બરાસ અને

તેની સાથે મિસરી પધરાવવામાં આવે છે.

ઘરની સેવામાં ઠાકોરજીને રાજભોગમાં પનો ધરાવાય

છે અને જેને આખા દિવસની (છ પોરની) સેવા હોય

તો તેણે ઉત્થાપનમાં પનો આવે.

પાનાની મિસરીમાં શીતળતા નો ગુણ રહેલો છે. જે

યમુનાજીનો ભાવ છે. હ્યદયની વિરહાત્મક ભાવને

તે શીતળતા આપે છે.
લીમડાની કૂપળ સાથેની મિસરી:

આ મિસરી સંવત્સરને દિવસે ધરાવવામાં આવે છે.

સંસારરૂપી કડવાસમાં યમુનાજીરૂપી મિસરીનો રસ

મેળવાય છે. જેથી સંસારની કડવાસમાં પણ

ભગવદ્દ નામ લઈ શકાય છે. આ મિસરી એટલે કે

શ્રી યમુનાજી આપણને શ્રી ઠાકોરજીની સન્મુખ

લઈ જાય છે.આમ

શ્રી યમુનાજીના ભાવની મિસરી દર્શાવે છે કે

કડવાસમાં પણ મીઠાશ રહેલી છે.
શ્રીયમુનાજીને મિસરી ભોગ:

વૈષ્ણેવો વ્રજભૂમિમાં ઠકુરાણી ઘાટ પર યમુનાજીને

મિસરીનો ભોગ ધરાવે છે. તેનો ભાવ છે કે

શ્રી વસુદેવજી જ્યારે મથુરાથી શ્રી ઠાકોરજીને લઈને

શ્રી યમુનાજીમાંથી પસાર થઈ ગોકુલ

પધરાવવા જતા હતાં ત્યારે શ્રી યમુનાજીએ

તરંગો રૂપી હસ્ત-કમલ

દ્વારા શ્રી ઠાકોરજીના ચરણ-કમળમાંથી જે રસાત્મક

સ્વરૂપ લઈ પોતાની નિકુંજમાં પધરાવ્યું હતું. તે

ભાવથી શ્રી ઠકરાણી ઘાટ પર આજે પણ

વૈષ્ણવો મિસરીનો ભોગ ધારે છે.
જ્યારે ગ્રહણ હોય ત્યારે:

ઘરના (પોતાનાં સેવ્ય-સ્વરૂપ) શ્રી ઠાકોરજીને

ધરવા માટે ઝારીજીમાં મિસરી પધરાવવામાં આવે છે.

તે સાક્ષાત શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે.

માટે ગ્રહણ સમયે

ઝારીજીમાં મિસરી પધરાવવામાં આવે છે.

Leave a comment

Filed under Uncategorized

Leave a comment