Monthly Archives: August 2015

પુત્રદા એકાદશી

શ્રાવણ માસ ની શુકલ (સુદ) પક્ષ ની એકાદશી

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :”હે ભગવાન !તમે હવે મને શ્રવણ માસ ના શુકલ પક્ષ ની એકાદશી ની કથા સંભળાવો .અ એકાદશી નું નામ શું છે ?તેની વિધિ કઈ છે તે કહો .”

શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન ! તમે શાંતિપૂર્વક શ્રાવણ માસ ની શુકલ પક્ષ ની એકાદશી ની કથા સાંભળો .દ્વાપર યુગ ના પ્રારંભ માં માહિષ્મતી નામ ની નગરી હતી .તે નગરી માં મહાજીત નામ નો રાજા રાજ્ય કરતો હતો .તે પુત્ર હીન હતો તેથી તે સદાય દુઃખી રહેતો હતો .તેને રાજ્ય કષ્ટ દાયક  પ્રતીત થતું હતું .રાજા એ પુત્ર પ્રાપ્તિ ના ઘણાં પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ ગયા .હવે રાજા વૃદ્ધ થવા લાગ્યો .તેની ચિંતા પણ વધવા લાગી .એક દિવસ રાજા એ પ્રજા ને સંબોધન કરતા કહ્યું કે “ન તો મે પોતાના જીવન માં પાપ કર્યું છે કે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણો ના દાન છીનવ્યા છે .ના અન્યાય પૂર્વક પ્રજા થી ધન એકત્ર કર્યું છે .મે પ્રજા ને હમેશા પુત્ર ની જેમ પાળી છે .મેં અપરાધીઓ ને દંડ દીધો છે .મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વૈષ કર્યા નથી .બધા ને સમાન માન્યા છે .આ રીતે ધર્મ પૂર્વક રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું .તેનું શું કરણ છે ?

રાજા મહાજીત આ વાત ને વિચારવા માટે મંત્રી સહીત વન માં ગયા .ત્યાં વન માં જઈ ને એમણે મોટા મોટા ઋષિ મુનીઓ ના દર્શન કર્યા .એ સ્થાન પર તેમણે વયોવૃદ્ધ અને ધર્મ ના જ્ઞાતા મહર્ષિ લોમશ ના દર્શન કર્યા .બધા એ મહર્ષિ ને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા .એમના દર્શન થી બધાને ખુબ પ્રસન્નતા થઇ અને કહેવા લાગ્યા :”હે દેવ!અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા .લોમશ ઋષિ બોલ્યા : હે મંત્રીગણ !તમારા લોકો ના વિનય અને સદ્વ્યવહાર થી હું અત્યંત પ્રસન્ન છું .તમે મને તમારું આવવાનું કારણ બતાવો .હું તમારું કાર્ય મારી શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણકે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે .”

લોમેશ ઋષિ ના વચન સાંભળી મંત્રી બોલ્યા :”હે મહર્ષિ ! તમે અમારી વાત  જાણવા માં બ્રહ્મા થી પણ વધુ છો તેથી અમારો સંદેહ દૂર કરો .માહિષ્મતી નામ ની નગરી માં મહાજીત નામ નો ધર્માત્મા રાજા છે .તે પ્રજા ને પુત્ર ની જેમ પળે છે ,છતાં તે પુત્ર હીન હોવાથી અત્યંત દુઃખી રહે છે .અમે લોકો તેમની પ્રજા છીએ .અમે તેમના દુઃખ થી દુઃખી છીએ કારણકે પ્રજા નું કર્તવ્ય છે કે રાજા ના સુખ માં સુખ માણે અને દુઃખ માં દુઃખ માને .એમના પુત્ર હીન હોવાનું કરણ હજુ સુધી પ્રતિત થયું નથી .તેથી અમે તમારી પાસે આવ્યા છે .અમને તમારા દર્શન થયા .હવે અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ જરૂર દૂર થશે .મહાન પુરુષો ના દર્શન માત્ર થી જ પ્રત્યેકકાર્ય ની સિધ્ધી થાય છે .તેથી હવે અમારા રાજા ને પુત્ર પ્રાપ્તિ થાય એવો કોઈ ઉપાય બતાવો .”

લોમશ ઋષીએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજા ના પૂર્વ જન્મ નો વિચાર કરવા લાગ્યા .તે વિચાર કરીને બોલ્યા :”હે શ્રેષ્ઠ પુરુષો ! આ રાજા પાછલા જન્મ માં અત્યંત નિર્ધન હતો અને ખરાબ કર્મો કરતો હતો .તે એક ગામ થી બીજા ગામ ફરતો હતો .એક દિવસ જેઠ માસ ની શુકલ પક્ષની એકાદશી ના દિવસે બે દિવસ થી ભૂખ્યો હતો .બપોર નો સમયે એક જળાશય માં જળ પીવા ગયો .તે સ્થાન પર એજ સમયે વિયાયેલી ગાય જળ પી રહી હતી .રાજા એ ગાય ને ભગાડી ને સ્વયં જળ પીવા લાગ્યો ,તેથી રાજા ને આ દુઃખ ભોગવવું પડે છે . એકાદશી ના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાય ને હટાવવાથી પુત્રવીયોગ નું દુઃખ ભોગવવું પડે છે .”

બધા લોકો બોલ્યા :”હે મહર્ષિ શાસ્ત્રો માં એવું લખ્યું છે કે પુણ્ય થી પાપ નષ્ટ થઇ જાય છે .તેથી કૃપા કરી ને રાજા ના પૂર્વ જન્મ ના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણકે પાપ નો ક્ષય થવાથી રાજા ને પુત્ર રત્ન ની પ્રાપ્તિ થશે .”

આ વચનો સાંભળી લોમશ ઋષિ બોલ્યા :”હે સજ્જનો ! જો શ્રાવણ માસ ની શુકલ પક્ષ ની પુત્રદા એકાદશી નું વ્રત   તમે બધા લોકો કરી રાત્રી એ જાગરણ કરો અને તે વ્રત નું ફળ રાજા ને પ્રદાન કરો તો તમારા રાજા ને પુત્ર પ્રાપ્ત થશે ત્યારે તમારા સમસ્ત દુઃખ નષ્ટ થઇ જશે .”

મંત્રીઓ સહીત બધા પ્રજા જનો એ લોમશ ઋષિ ના વચન સાંભળી પ્રસ્ન્ન્તાપુરાવક પોતાના નગર માં આવ્યા .બધા એ શ્રાવણમાસ ની શુકલ પક્ષ ની એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કર્યું અને દ્વાદાષીએ એમનું ફળ રાજા ને આપ્યું .એ પુણ્ય ના પ્રભાવ થી રાણી એ ગર્ભ ધારણ કર્યો અને નવ માસ બાદ તેજસ્વી પુત્ર નો જન્મ થયો .

હે રાજન ! તેથી આ એકાદશી નું નામ પુત્રદા એકાદશી પડ્યું છે .જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે આ એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કરવું જોઈએ .આ વ્રત ના પ્રભાવ થી આલોક માં અને પરલોક માં સ્વર્ગ મળે છે .

Leave a comment

Filed under વાર્તા

પુત્રદા એકાદશી ની આરતી

પુત્રદા  એકાદશી ની આરતિ

જય પુત્રદા એકાદશી ,જય જય પુત્રદા એકાદશી ,

શ્રાવણ પક્ષે ફળતી ,શુકલ પક્ષે મળતી

મહાજીત રાજા સુધાર્યા ,ફર્યા દ્રષ્ટિ કરતી …………………જય જય એકાદશી

પુત્ર પ્રાપ્તિ સંઘે કરાવે ,વ્રત પૂજા જે દીખલાવે

કાર્ય સિદ્ધિ થાયે ,માર્ગ સત્ય બતાવે ………………………જય જય એકાદશી

વ્રત પુત્રદા એવું ફળતું , સંતાન સુખ સૌ ને મળતું

કિલ્લોલ કરે આંગણે રે સુખદુ ન્યારું ધરતું …………………જય જય એકાદશી

Leave a comment

Filed under આરતિ

સત્સંગ

વહાલી બેન પીન્કી ,

તને આજ ના જન્મદિવસ ના ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ અને શુભ કામના .આજે તે યથા શક્તિ શ્રી ઠાકોરજી ને લાડ લડાવ્યા જ હશે .અને કદાચ તારી તબિયત સારી ન હોવા ના લીધે તન થી ભલે દૂર પણ મન થી તો એની નજીક જ હોઈશ એવો મને વિશ્વાસ છે . ને સાચું કહું તો જ્યાં તન છે ત્યાં આપણે નહી પણ જ્યાં આપણું મન છે ત્યાં આપણે છીએ .શરીર ના સારુ હોય તો સેવા માં ના  પહોચી શકીએ પણ મન તો જરૂર પ્રભુ માં રહે .ને આપણો પ્રભુ એટલો ક્રૂર છે કે આપણી પાસે એવા સમયે પણ સેવા ની આશા રાખે .પ્રભુ તો ખુબ દયાળુ છે .રાઈ જેટલી સેવા ને પણ મેરુ સમાન માને છે  પણ એ ભાવ પૂર્વક ,પ્રેમ પૂર્વક કરી હોય તો .બાકી તો તન ક્યાંય અને મન ક્યાંય હોય તો સેવા કે સ્મરણ કશાય માં આનંદ નથી આવતો .અને આપણા માર્ગ માં સેવા પ્રભુ ના સુખ નો વિચાર કરી ને કરવાની છે .જો તારું શરીર સારુ નથી તો પ્રભુ ને સુખ થાય એવી સેવા ક્યાંથી કરીશ ?એટલે જીવ નહી બાળવા નો પ્રભુ ની જેવી મરજી એમ માની સ્મરણ કર્યા કરવાનું અને યોગ્ય રીતે દવા લઇ શરીર ની સાર સાંભળ લઇ તાજા મજા થઇ પ્રસન્ન ચિતે પાછુ સેવા માં લાગી જવાનું .બરાબર ને !એક વૈષ્ણવ ની વાર્તા માં આવે છે કે એક શેઠ હતા .તે ઘર માં સેવા કરતા હતા પણ એમનું ચિત ઘોડા વેચવા માં હતું .વહુ ભગવદીય હતી .સસરા ના મન ની વાત જાણતી હતી .એવા માં કોઈ પરિચિત વ્યક્તિ શેઠ ને મળવા આવ્યા .શેઠ ને ન જોતા વહુ ને પૂછ્યું કે શેઠ ક્યાં છે તો વહુ એ જવાબ આપ્યો કે સસરાજી તો  ઘોડા વેચવા ગયા છે .પેલા ભાઈ તો પાછા ગયા .પણ એમના ગયા પછી સેવા થી પરવારી શેઠ બહાર આવ્યા અને વહુ ને પૂછ્યું કે તમે પેલા ભાઈ જે મને મળવા આવેલા તેમને ખોટું કેમ કહ્યું હું તો સેવા માં જ હતો .ત્યારે વહુ એ કહ્યું કે સસરાજી તમે તન થી સેવા માં હતા પણ તમારું મન તો ઘોડા ના વિચારો કરતુ હતું .એટલે મે એમ કહ્યું .ત્યારે શેઠ ને પોતાની ભૂલ સમજાણી અને વહુ ને આશિર્વાદ આપ્યા  અને કહ્યું કે બેટા તને ધન્ય છે ગૃહ કાર્ય કરતા પણ તારું ચિત પ્રભુ માં છે .તારા ઉપર શ્રી ઠાકોરજી ની પૂર્ણ કૃપા છે .અને હવે હું પણ સાવધાનતા થી મન ને પ્રભુ માંપરોવી રાખવા ની કોશિશ કરીશ .   

બીજું દ્રષ્ટાંત જનાબાઈ નું છે મુખ માં પ્રભુ નું નામ અને હાથ માં કામ .જનાબાઈ પ્રભુ ભક્ત હતા .એ છાણા થાપતા જાય અને વિઠ્ઠલ ના નામ નો જપ કરતા જાય .એક દિવસ કોઈ એમના છાણા ચોરી ગયું .તેઓ રાજા પાસે ગયા અને ફરિયાદ કરી તો રાજા કહે કે  છાણા તમારા છે  એની સાબિતી શું ?ત્યારે જના બાઈ બોલ્યા કે મારા છાણા માંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વની સંભળાશે .રાજા એ કાન પાસે છાણા લઇ ને જોયું તો સાચે જ એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વની સંભાળતો હતો .રાજા જનાબાઈ ના પગ માં પડ્યો અને કહ્યું કે ધન્ય છે તમારી પ્રભુ ભક્તિ ને અને તમારા પ્રભુ પ્રત્યે ના પ્રેમ અને અટલ વિશ્વાસ ને .

ચાલ હવે સુઈ જાજે .સત્સંગ માં આનંદ આવ્યો ને !વૈષ્ણવે તો બસ હરિ કરે સો ખરી  એવા અટલ વિશ્વાસ સાથે જીવવાનું હોય છે .પુષ્ટિ માર્ગ માં સાધન પણ શ્રીજી ની  સેવા અને ફળ પણ સેવા . હવે જલ્દી જલ્દી  સાજી થઇ ને લાલા ને લાડ લડાવવા તૈયાર થઇ જા .

શ્રી ઠાકોરજી આપણ ને સૌને એમના ચરણ માં રતિ ગતિ અને મતી આપે એવી વિનંતી.

લી . મોટી બેન ના શુભાશિષ .ઘર માં સર્વે ને અમારા સૌ ના વંદન સહીત ભગવદ સ્મરણ .

સર્વે વૈષ્ણવો ને અમારા પરિવાર ના જય શ્રી કૃષ્ણ .

Leave a comment

Filed under પત્ર લેખન

કામિકા એકાદશી ની કથા

કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર  બોલ્યા : “હે ભગવાન !મેં દેવશયની એકાદશી નું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ની કથા સંભળાવો .તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતા ની પૂજા થાય છે ?”

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :”હે રાજન !આ એકાદશી ની કથા કહું છું તે ધ્યાન થી સાંભળો .એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજી ને કહી હતી .”નારદજી એ પૂછ્યું : હે પિતામહ ! આજે મારે અષાઢ માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ની કથા સાંભળવા ની ઈચ્છા છે ,તેથી તમે હવે એકાદશી ની વ્રત કથા વિધિ સહીત સંભળાવો .પિતામહ નારદજી ના વચન સાંભળી બોલ્યા :” હે નારદજી ! તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે. તમે ધ્યાન થી સાંભળો .

અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ કામિકા એકાદશી છે .આ એકાદશી ની કથા સાંભળવા માત્ર થી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે .કામિકા એકાદશી વ્રત માં શંખ, ચક્ર ,ગદાધારી વિષ્ણુ ભગવાન ની પૂજા થાય છે .જે મનુષ્ય આ એકાદશી માં ધૂપ, દીપ , નૈવેધ આદિ થી ભગવાન વિષ્ણુ ની પૂજા કરે છે ,તેમને ગંગાસ્નાન ના ફળ થી પણ મોટું ફળ મળે છે .

સુર્ય- ચંદ્ર ગ્રહણ મા કેદાર અને કુરુક્ષેત્ર માં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે ,તે પુણ્ય વિષ્ણુ ભગવાન ની ભક્તિ પૂર્વક પૂજા કરવાથી મળી જાય છે .શ્રી વિષ્ણુ ભગવાન ની પૂજા નું ફળ સમુદ્ર અને વન સહીત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશી માં ગોદાવરી નદી માં સ્નાન કરવા ના ફળ થી પણ વધુ છે .વ્યતિપાત માં ગંડકી નદી માં સ્નાન કરવાથી જે ફળ મળે છે ,તે ફળ ભગવાન ની પૂજા કરવાથી મળે છે .ભગવાન ની પૂજા નું ફળ અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી ના ફળ ના બરાબર છે તેથી ભક્તિ પૂર્વક ભગવાન ની પૂજા ન બની શકે તો અષાઢ માસ ની કામિકા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ .

જે ઉત્તમ દ્વિજ અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની કામિકા એકાદશી નું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાન ની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ ,નાગ ,કિન્નર ,પિતૃ આદિ ની પૂજા થાય છે ;તેથી પાપ થી ડરનાર વ્યક્તિઓ એ વિધિ વિધાન સહીત આં વ્રત ને કરવું જોઈએ .

સંસાર સાગર તથા પાપો માં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છુટવા માટે કામિકા એકાદશી નું  વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે .હે નારદજી ! સ્વયં ભગવાને પોતાના શ્રી મુખ થી કહ્યું કે -‘ મનુષ્યો ના અધ્યાત્મ વિદ્યા થી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશી નું વ્રત કરવાથી મળે છે .આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમય માં અનેક દુઃખો થી યુક્ત યમરાજ તથા નરક ના દર્શન કરતા નથી .આ એકાદશી નું વ્રત તથા રાત્રી ના જાગરણ થી મનુષ્ય ને કુયોની મળતી નથી .અને અંત માં સ્વર્ગ લોક માં જાય છે .જે મનુષ્ય અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની કામિકા એકાદશી માં તુલસી થી ભક્તિ પૂર્વક વિષ્ણુ ભગવાન ની પૂજા કરે છે તો આ સંસાર સાગર માં રહેતા આ પ્રકારે અલગ રહે છે જે પ્રકારે કમલ પુષ્પ જળ માં રહેવા છતાં પણ જળ થી અલગ રહે છે .ભગવાન ની તુલસી દલ થી પૂજા કરવાથી ફળ એક ભાર સ્વર્ણ અને ચાર ભાર ચાંદી ના દાન ના ફળ બરાબર છે .વિષ્ણુ ભગવાન રત્ન ,મોતી ,મણી આદિ આભૂષણો ણી અપેક્ષા એ તુલસીદલ થી અધિક પ્રસન્ન થાય છે .

હે નારદજી ! હું ભગવાન ની  અતિપ્રિય શ્રી તુલસીજી ને નમસ્કાર કરું છું .તુલસીજી ના દર્શન માત્ર થી મનુષ્ય ના સમસ્ત પાપ નષ્ટ થાય છે .અને સ્પર્શ માત્ર થી મનુષ્ય પવિત્ર  થાય છે .તુલસીજી ને જળ સિંચવા થી મનુષ્યો ની યમ યાતનાઓ નષ્ટ થાય છે .જે મનુષ્ય ભક્તિ પૂર્વક ભગવાન ના ચરણો માં તુલસીજી સમર્પિત કરે છે તેને  મુક્તિ મળે છે .જે મનુષ્ય આ કામિકા એકાદશી ની રાત્રી માં જાગરણ કરે છે અને દીપ દાન કરે છે ,એના પુણ્ય ને લખવા માં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે .

જે મનુષ્ય એકાદશી ના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે ,તેમના પિતૃ સ્વર્ગ લોક માં સુધા નું પાન કરે છે .જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલ નો દીપ પ્રગટાવે છે તેણે સુર્ય લોક માં પણ સહસ્ત્ર દીપક નો પ્રકાશ મળે છે ,તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ .

જય શ્રી કૃષ્ણ .

 

Leave a comment

Filed under વાર્તા, Uncategorized

કામિકા એકાદશી ની આરતી

કામિકા એકાદશી ની આરતી –

જય જય કામિકા એકાદશી ,જય જય કામિકા એકાદશી ,

અષાઢ માસે સુખદાયી ,કૃષ્ણ પક્ષે ફળદાયી ,

તુલસી ની પૂજા રે,છે પરમ આનંદાયી………………….જય જય કામિકા એકાદશી

ઘી નો દીવો ઝગમગતો ,એનો વંશ સુધાપાન કરતો ,

સૂર્ય લોક માં ફરતો ,સુખ શાંતિ ને પામતો ……………..જય જય કામિકા એકાદશી

વ્રત કામિકા જે કોઈ કરે ,એના જીવન માં સુખડુ ઠરે ,

વિશ્વાસે વહાણ તરશે ,એવું કામ માતા કરે ……………….જય જય કામિકા એકાદશી

Leave a comment

Filed under આરતિ