જોતાં હૈયું મારું હરખાય

જોતાં હૈયું મારું હરખાય , નીરખતા લોચનીયા લલચાય ,

એવું રૂપ રસિયા નું ………….૧

ભરવા ગઇતી પાણી ,દીઠા નંદ કુંવર ને લોભાણી ,

બેની મારી ધીરજ ખૂટી જાય ,

એવું રૂપ રસિયા નું ……………..૨

પાલવ મારો ઝાલ્યો , છેડો હાથ માં વીંટળાવ્યો ,

તોયે એને કાંઈ એ ના કહેવાય ,

એવું રૂપ રસિયા નું ………………૩

મારી નૈન કટારી, તોય મને લાગે પ્યારી પ્યારી ,

મુખ એનું મધુર મધુર મલકાય ,

એવું રૂપ રસિયા નું ………………૪

રસિક પ્રિયા ને કહેતી , હું તો છાનીછાની રહેતી ,

એવા પ્રેમ પીયુ ને વારી જાઉં ,

એવું રૂપ રસિયા નું ……………..૫

2 Comments

Filed under હોળી ના રસિયા

2 responses to “જોતાં હૈયું મારું હરખાય

  1. મારી પાસે આ કીર્તન છે જે ખુબજ કર્ણપ્રિય આવાજ માં ગવાયેલ છે. જો આપ આ કીર્તન ને અહીં મૂકી શકો તો વૈષ્ણવો લાભ લઇ શકે. આપની અનુમતિ હોય તો જણાવજો હું આપને મોકલી આપીશ

    • જયશ્રીકૃષ્ણ.આપણી પાસે નું સુમધુર અવાજ માં ગવાયેલું આ કીર્તન મને જરૂર મોકલી આપજો મને એ પબ્લીશ કરવા નો આનંદ થશે .

Leave a comment