આવ્યા શ્રી ગોકુલ તારવા

આવ્યા શ્રી ગોકુલ તારવા , છબીલો લાલ આવ્યા શ્રી  ( ૨ )

વાસુદેવ દેવકી ને ઘેર જન્મ તમે લીધો ,નંદજી ના ગોધેન ચારવા ….છબીલો

માસી પુતના ના વાલે પ્રાણ જ  લીધા , મામા તે કંસ ને મારવા …….છબીલો

ટચલી આંગળી એ વાલે ગોવર્ધન તોળ્યો , ઇન્દ્ર ણો ગર્વ ઉતારવા …છબીલો

વૃંદા તે વન ણી કુંજ ગલી માં , ગોપીઓ ને રાસ રમાડવા …..છબીલો

વલ્લભ ના સ્વામી પ્રભુ રસિક શિરોમણી , ભૂમિનો ભાર ઉતારવા ….છબીલો

Leave a comment

Filed under વધાઈ

Leave a comment