વરુથિની એકાદશી

ચૈત્ર માસ ની કૃષ્ણ (વદ ) પક્ષ ની એકાદશી ની વાર્તા .

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા :” હે ભગવાન ! ચૈત્ર માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ તથા તેની વિધિ કઈ છે ?તેનાથી કયા ફળ ની પ્રાપ્તિ થાય છે ?તે કૃપા કરી ને કહો .”

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :” હે રાજન ! ચૈત્ર માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ વરુથિની છે .તે સૌભાગ્ય દેનારી છે તે વ્રત થી મનુષ્ય ના સમસ્ત પાપ નષ્ટ થાય છે .જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે .વરુથિની ના પ્રભાવ થી જ રાજા માંધાતા સ્વર્ગ માં ગયા હતા .આ રીતે ધુંધુમાર આદિ પણ સ્વર્ગ માં ગયા .વરુથિની એકાદશી નું વ્રત નું ફળ દસ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર છે .કુરુક્ષેત્ર માં સૂર્ય ગ્રહણ ના સમયે એકવાર સુવર્ણ દાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ વરુથિની એકાદશી ના વ્રત કરવાથી મળે છે .આ એકાદશી ના વ્રત ના પ્રભાવ થી મનુષ્ય આલોક અને પરલોક બન્ને માં સુખ પ્રાપ્ત કરે છે .અને અંત મા સ્વર્ગ માં જાય છે .

હે રાજન !  એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય ને મુક્તિ મળે છે .શાસ્ત્રો મા કહ્યું છે કે હાથી નું દાન દાન ઘોડા ના દાન થી અધિક ઉત્તમ છે ,તેનાથી ઉત્તમ તલ નું દાન છે .તલ થી ઉત્તમ સુવર્ણ નું દાન છે અને સુવર્ણ થી અન્નદાન શ્રેષ્ઠ છે .સંસાર માં અન્ન દાન સમાન કોઈ પણ દાન નથી અન્નદાન થી પિતૃ ,દેવતા ,મનુષ્ય બધા તૃપ્ત થાય છે .વરુથિની એકાદશી ના વ્રત થી અન્ન અને કન્યાદાન નું ફળ મળે છે .જે મનુષ્ય લોભ ના વશ માં કન્યા નું દાન લઇ લે છે તે પ્રલય ના અંત સુધી નર્ક મા પડ્યા રહે છે ,અથવા એમણે આગળ ના જન્મ મા બિલાડી નો જન્મ લેવો પડે છે .જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહીત કન્યાદાન કરે છે ,તેના પુણ્ય ને ચિત્રગુપ્ત પણ લખવા માં અસમર્થ છે .જે મનુષ્ય આ વરુથિની એકાદશી નું વ્રત કરે છે તેને કન્યાદાન નું ફળ મળે છે .

વરુથિની એકાદશી નું વ્રત કરનારે દસમ ના દિવસ થી નીચે લખેલી વસ્તુઓ નો ત્યાગ કરવો જોઈએ .

૧  કાંસા ના વાસણ માં ભોજન કરવું .૨  માંસ   ૩  ચણા  ૪ મસુર ની દાળ  ૫ ડુંગળી  ૬ શાક  ૭  મધ  ૮ બીજાનું અન્ન  ૯  બીજીવાર ભોજન કરવું  ૧૦  સ્ત્રી અથવા અન્ય કોઈ સાથે મૈથુન કરવું .

એ દિવસે જુગાર ન રમવો તથા શયન ન કરવું .એ દિવસે પાન ન ખાવું .દાતણ ન કરવું. બીજા ની  નિંદા ન કરવી .ચાડી ચુગલી ન કરવી અને પાપીઓ ની સાથે વાતચીત પણ ન કરવી . ક્રોધ ન કરવો .જુઠું ન બોલવું .આ વ્રત માં મીઠું ,તેલ અને અન્ન વર્જિત છે .

હે રાજન ! જે મનુષ્ય આ એકાદશી નું વિધિપૂર્વક વ્રત કરેછે તેને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે .જે મનુષ્ય યમરાજ થી ડરે છે એમણે આ વરુથિની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. આ વ્રત ના મહાત્મય ને વાંચવાથી એક સહસ્ત્ર ગૌદાન નું ફળ પ્રાપ્ત થાય છે .આનું ફળ ગંગાસ્નાન ના ફળ થી પણ અધિક હોય છે .

Leave a comment

Filed under વાર્તા

Leave a comment